નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સામાન્ય બજેટ પર જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે પીએમ કિસાન સન્માન યોજના શરૂ થવાથી લઈને અત્યાર સુધી 10.75 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત તેમણે કૃષિ કાયદા મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી જણાવે કે કૃષિ કાયદામાં શું છે કમી
નાણામંત્રીએ કહ્યું કે, 'મેં વિચાર્યું હતું કે કૃષિ કાયદાના એક ખંડને કાઢીને રાહુલ ગાંધી સંસદમાં કહેશે કે આના કારણે ખેડૂતોનું નુકસાન થવાનું છે, જેનું સમર્થન અમે કરીશું નહીં. આમ કરીને આ ત્રણેય કાયદામાંથી એક તો એવી જોગવાઈ બતાવશે કે જે ખેડૂતો વિરુદ્ધ છે, પરંતુ એવું બન્યું નહીં.' તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી જણાવે કે કૃષિ કાયદામાં આખરે કમી શું છે? 


રાહુલ ગાંધીના 'હમ દો હમારે દો' નિવેદનનો જવાબ
નાણામંત્રીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધીના હમ દો હમારે દો નિવેદનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે એક પાર્ટીની સરકારમાં દામાદને અનેક રાજ્યો (રાજસ્થાન, હરિયાણા) માં જમીન મળી. હું તમને તેની વિગતો આપી શકું છું. હકીકતમાં હમ દો હમારે દો આ છે. હમ દો લોગ પાર્ટીની દેખરેખ કરી રહ્યા છે. બાકીના બે લોગ (પુત્રી અને જમાઈ) બીજી ચીજોને જોશે પરંતુ અમારી પાર્ટી આમ કરતી નથી. પીએમ સ્વનિધિ યોજના તેનું ટ્રેલર છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ નાના-નાના વેપારીઓને મદદ કરાઈ. 


આતંકીઓની નજર ભારતના 'જેમ્સ બોન્ડ' Ajit Doval પર, જૈશના આતંકીએ કર્યો પાકિસ્તાનના પ્લાનનો ખુલાસો 


કોંગ્રેસે કૃષિ કાયદા પર લીધો યુટર્ન
નાણામંત્રીએ કહ્યું કે કોંગ્રેસ કેમ પહેલા કૃષિ કાયદાનું સમર્થન કરતી હતી અને હવે બદલાઈ ગઈ. ખેડૂતોને આટલું જ્ઞાન આપનારી કોંગ્રેસ અનેક રાજ્યોમાં ચૂંટણી જીતવા માટે કહેતી હતી કે અમે કૃષિ લોન આપીશું, પરંતુ મધ્ય પ્રદેશમાં તે લાગુ થયું નહીં. કોંગ્રેસે વોટ લીધા અને ખેડૂતોને ગુમરાહ કર્યા. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કરજમાફી કરી નથી. આશા હતી કે કોંગ્રેસ તેના પર નિવેદન આપશે. પરંતુ કર્યું નહી. આશા હતી કે કોંગ્રેસ પરાલીના વિષય પર પંજાબમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક રાહત આપશે પરંતુ એ પણ થયું નહીં. 


નીતિઓ પર આધારિત છે બજેટ-નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે આ બજેટ નીતિઓ પર આધારિત છે. અમે અર્થવ્યવસ્થાને ખોલી અને અનેક સુધારા કર્યા. ભાજપે સતત ભારત, ભારતીય વ્યવસાય અને અર્થવ્યવસ્થાની મજબૂતી પર વિશ્વાસ કર્યો. તે જનસંઘથી લઈને અત્યાર સુધી ચાલી રહ્યું છે. 


દેશને આત્મનિર્ભર બનાવશે બજેટ-સીતારમણ
નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય બજેટમાં ઉઠાવવામાં આવેલા પગલાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે છે. મહામારીના પડકાર બાદ પણ સરકારે દેશને લાંબાગાળાના લક્ષ્યાંકો મેળવવા માટે સુધારાને આગળ વધાર્યા છે. જે સુધારા કરાયા છે તેનાથી ભારત દુનિયામાં ટોચની અર્થવ્યવસ્થા બનવાનો રસ્તો ક્લિયર કરશે. 


Twitter ની મોટી કાર્યવાહી, ભારત સરકારની માંગણી પર 1300થી વધુ એકાઉન્ટ બંધ કર્યા


ખેડૂતોના ખાતામાં 1.15 લાખ કરોડ રૂપિયા 
સવાલ એ હતો કે તમે ખેતીના બજેટને 10 હજાર કરોડ રૂપિયા ઓછું કેમ કર્યું. તમને ખેડૂતોની ચિંતા નથી? જેના પર લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે તેને બરાબર સમજવામાં આવ્યું નથી. કારણ કે પીએમ કિસાન સન્માન યોજના શરૂ થવાથી લઈને 10.75 કરોડ ખેડૂતોના બેન્ક ખાતાઓમાં 1.15 લાખ કરોડ ટ્રાન્સફર કરાયા છે. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળ તરફથી નાના અને સીમાંત ખેડૂતોની યાદી ન આપવાના કારણે આ નિર્ણય લેવાયો છે. 


રક્ષા બજેટ પર આપી જાણકારી
નાણામંત્રીએ જણાવ્યું કે બજેટમાં રક્ષા ક્ષેત્રમાં Capital expenditure અને Revenue expenditure માં વધારો કરાયો છે. વન રેન્ક વન પેન્શનના કારણે ગત વર્ષ વધુ જોગવાઈ કરાઈ. તેમણે વધુમાં કહ્યું કે 2013-14માં revenue હેઠળ 1,16,931 કરોડ રૂપિયા, capital હેઠળ 86,741 કરોડ, અને 44,500 કરોડ રૂપિયા પેન્શન માટે ફાળવવામાં આવ્યા હતા. હવે રેવન્યૂ માટે 2,09,319 કરોડ, કેપિટલ માટે 1,13,734 કરોડ રૂપિયા અને પેન્શન માટે 1,33,825 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube